વર્કશોપમાં પ્રથમ દિવસે બંને વર્ગો મળીને કુલ 32 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો માળીયા (મી.) : જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મેહતાની પ્રેરણા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી માળિયા (મી.) અને બી. આર. સી. ભવન માળિયા (મી.) દ્વારા આયોજિત સરકારી પ્રાથમિક શાળાઓના બાળકો માટેના વર્કશોપનું ખાખરેચી મિશ્ર પ્રા.શાળા તથા સરવડ પ્રા.શાળા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં સરવડ પ્રા.શાળા ખાતે વર્કશોપના પ્રારંભે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુમલ દ્વારા વર્કશોપની મુલાકાત લેવામાં આવી હતી. પ્રથમ દિવસે બંને વર્ગો મળીને કુલ 32 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકોને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી બાબતે તથા RIMC પરિક્ષા બાબતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરિક્ષા વિશે માર્ગદર્શન મળે, જાગૃત થાય, તથા સચોટ દિશામાં આગળ વધે તે માટે વર્કશોપનું આયોજન કરાયું છે.આ વર્કશોપમાં અવનવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને નાસ્તો, ફ્રુટ પણ સહયોગથી આપવામાં આવે છે.આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે જયેશભાઇ ગઢીયા-સી.આર.સી.કો.ઓર્ડિ. ખાખરેચી તથા જયેશભાઇ રાઠોડ - સી.આર.સી.કો.ઓર્ડિ. નાની બરાર દ્વારા આ વર્ગોનું સંચાલન કરવામાં આવે છે. તેમની સાથે સી.આર.સી. તથા શિક્ષકોની ટીમ મદદરૂપ થાય છે. શાળા આચાર્ય દ્વારા વર્કશોપ બાબતે તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.