મોરબી : આજે ગુજરાત સરકારના નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે આ મંત્રીમંડળમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પણ સ્થાન મળ્યું છે. કાંતિભાઈ અમૃતિયાને રાજ્ય કક્ષાનું મંત્રી પદ મળતા મોરબીના વોર્ડ નં 1ના કાર્યકર્તા તથા મતદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકર્તા તેમજ મતદારોએ ફટાકડા ફોડી ઢોલ વગાડી ઉજવણી કરી હતી.