રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ 50000 જેટલા કર્મચારીઓ ધરણા કાર્યક્રમમાં જોડાશે મોરબી : જૂની પેન્શન યોજના રદ કરી નવી પેન્શન યોજના લાગુ કરવા કર્મચારીઓ ઉપરાંત શિક્ષકો ઘણા સમયથી સરકાર સમક્ષ લડત ચલાવે છે.આમછતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા આજરોજ મોરબીના 600 શિક્ષકો સહિત અનેક કર્મચારીઓ ગાંધીનગર ખાતે ધરણા ધરાશે. મોટી સંખ્યામાં શિક્ષકો સહિતના રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલા 48 સંગઠનો દ્વારા આપવામાં આવેલા ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ ઉમટી પડશે.50000 જેટલા શિક્ષકો - કર્મચારીઓ આ ધરણા કાર્યક્રમમાં જોડાશે. જુની પેન્શન યોજના ગુજરાત સરકાર ફરીથી દાખલ કરે એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ આદોલનમાં કર્મચારીઓ-શિક્ષકો જોડાશે.શિક્ષકોના સજજતા સર્વેક્ષણ (પરીક્ષા )ના બહિષ્કાર માટે કર્મચારીઓના સહયોગથી આજે બપોરે 3 થી 6 વાગ્યા સુધી ધારણા કરી વક્તાઓના વક્તવ્ય સહિત માતૃશક્તિના વિભિન્ન પ્રયત્નો,નાના ભુલકાઓના વક્તવ્ય,આદિવાસી શિક્ષકોની વેદના સહિત પેન્શન વિહોણા પરીવારના વડીલોની વાત સરકાર સુધી સમાજ દ્વારા પહોંચે એવા પ્રયત્ન થશે. આજે બપોર પછી ગુજરાતમાં ગુરુઓ સહિતના કર્મચારીઓ,ગુજરાતના ખૂણે ખૂણેથી શિક્ષકો સહિત હજારો કર્મચારીઓ તેમજ મોરબી જિલ્લામાંથી પણ 600 જેટલા શિક્ષકો તેમજ અન્ય ખાતાના કર્મચારીઓ ગાંધીનગર ધરણામાં ઉપસ્થિત રહી સરકાર સમક્ષ તાકાતનું દર્શન કર્યું.