વહેલી સવારનો બનાવ, સુપરવાઈઝર હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ : ફરિયાદની તજવીજમોરબી : મોરબીના રંગપર પાસે સિરામિક એકમમાં આજે વહેલી સવારે એક સુપરવાઈઝર ઉપર ત્રણેક શ્રમિકોએ હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. જેમાં સુપરવાઈઝર ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પ્રાથમિક વિગતો મુજબ મોરબીના રંગપર પાસે કાર્યરત એક સિરામિક એકમમાં લેબ સુપરવાઈઝર રિપોર્ટ લેવા ગયા હોય ત્યારે ત્યાં જ કામ કરતા શ્રમિક સાથે તેને માથાકૂટ થતા ત્રણેક શ્રમિકોએ હુમલો કર્યો હતો. જેમાં કોઈ વસ્તુ વડે માથામાં મારવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુપરવાઈઝરને ઇજા પહોંચી હોય તેઓ હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ ચારેલએ જણાવ્યું કે સુપરવાઈઝરને શ્રમિક સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ મામલે ફરિયાદ લેવા અર્થે ટીમને રાજકોટ ગઈ છે.