મોરબીના નીચી માંડલ નજીક બનેલો બનાવ મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમોલા સિરામિક ફેકટરીમાં માટી ખાતામા કામ કરતા શ્રમિક યુવાન શુભમકુમાર અક્ષયબાર તિવારી ઉ.27એ ગઈકાલે ફોરકલીપ વાહનમાં બાંધેલ પ્લાસ્ટિકની પટ્ટીમા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.