કારખાનામાં જ રહેતા શ્રમિકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ તપાસમોરબી : મોરબી શહેરના જુના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ ફેકટરીમાં રહેતા શ્રમિક યુવકનો મૃતદેહ માટીમાંથી મળી આવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ કામ કરતા ઉદયસિંગ થાનસિંગ ભીલાલા ઉ.47નો મૃતદેહ માટીના ઢગલામાંથી મળી આવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.