ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક આવેલ ટેક્સટાઇલ ફેકટરીમાં ડાઈંગ મશીનનું ઢાંકણું ખોલવા જતા ઉકળતું પાણી ઉડતા દાઝી જવાથી નેપાળી શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક આવેલ કલ્યાણી ટેક્સટાઇલ ફેકટરીમાં કામ કરતા મૂળ નેપાળના રહેવાસી અર્જુનબહાદુર માનબહાદુર થાપામગર ઉ.21 નામના યુવાને કામ કરતી વેળાએ ડાઈંગ મશીનનો વાલ ખોલવાને બદલે સીધું જ ઢાંકણ ખોલી નાખતા ઉકળતું પાણી ઉડતા દાજી જતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તા.2 જુલાઈના રોજ મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.