વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક આવેલ ટી.આર.રીફેક્ટરી નામના કારખાનામાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની મુનાભાઈ રામચંદ્ર ભીલ ઉ.23 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.