વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર નજીક આવેલ ગ્રીનસ્ટોન સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ બિહારના વતની વિક્રમ રાજુ શાહ ઉ.23 નામના શ્રમિક યુવાને કારખાનાના આરઓ પ્લાન્ટ રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.