મોરબી : બહાદુરગઢ ગામ પાસે આવેલ કારખાનામાં કામ કરતી વખતે મશીનના પટ્ટામાં અટવાય જતા મજુરનું મોત નીપજ્યું હતું. બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ અવધ માઇક્રોન કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય યુવક ઓનકલ બુંદ્રા પાંડા મશીનના પટ્ટામાં ફસાઈ જતા તેને ગંભીર ઇજા પંહોચી હતી. તેમજ તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેમનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.