ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં પડધરી રોડ પર આવેલ સાહેબ ફાઇબર્સ નામની ફેકટરીમાં ગઈકાલે નાઈટ શિફ્ટમાં કામ કરતી વેળાએ મૂળ બિહારના વતની કેવલકુમાર સુલેન્દ્રભાઈ સદાય ઉ.20 નામના શ્રમિક કારખાનાના ફિલ્ટર પ્રેસમાં પાણીથી સાફસફાઈ કરતા હતા ત્યારે વીજ શોક લાગતા સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ મામલે નોંધ કરી તપાસ શરૂ કરી છે.