મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ મેક્સ ગ્રેનિટો સિરામિક ફેકટરીમાં કામ કરતા સુમિતકુમાર શ્યામનારાયણ ચૌહાણ ઉ.23 નામનો શ્રમિક યુવક ગ્લેજ લાઈનમાં કામ કરતો હતો ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.