વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ અમોરા સિરામિક ફેકટરીમાં ફિટર તરીકે કામગીરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અમિતસિંહ શિવકુમાર પરિહાર ઉ.23 ગઈકાલે ફેકટરીમાં ફરજ દરમિયાન ગ્રાઈન્ડર વડે લોખંડ કાપવાનું કામ કરતા હતા ત્યારે અચાનક વીજશોક લાગતા બનાવ સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.