મોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર બાંધકામ સાઈટ ઉપર કામ કરતી વેળાએ વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના કેનાલ રોડ ઉપર શગુન બિલ્ડિંગના બાંધકામ દરમિયાન સાઈટ ઉપર કામ કરી રહેલા નવલખી રોડ ઉપર રહેતા દિનેશભાઇ માનસીંગભાઇ ડામોર ઉવ.૨૬ વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.