ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા નજીક આવેલ અક્ષર પોલીપેક કારખાનામાં કામ કરતા મૂળ રાજસ્થાન પાલીના વતની ચેનારામ રાજુરામ પોસવાલ ઉ.43 નામના શ્રમિક ગત તા.26ના રોજ રાત્રે પોતાના લેબર રૂમમાં સુવા માટે ગયા બાદ બીજા દિવસે સવારે ઉથડવા જતા ઉઠ્યા ન હતા અને ઊંઘમાં જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.