મોરબી : મોરબી શહેરના જુના ઘુંટુ રોડ પર આવેલ અલ્ટ્રા સેનેટરીવેર ફેકટરીમાં કામ કરતા મૂળ ચોટીલાના રાજપરા ગામના વતની ગેલાભાઈ પાલાભાઈ વાઘેલા ઉ.46 નામના યુવકને છેલ્લા પાંચ વર્ષથી ડાયાબિટીઝની બીમારી હોય જેમાં ગઈકાલે બપોરના સમયે પોતાના લેબર રૂમમાં હતા ત્યારે અચાનક લોહીની ઉલટી થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.