મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ વીનઆર્ટ પેકેજીંગ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ નેપાળના વતની ગોપીન્દ્ર પદમ બડુવાલ ઉ.35ને કોઈ કારણોસર શરીરે ઇજાઓ સાથે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.