મોરબી : મોરબી તાલુકાના જેતપર નજીક પાવડીયારી કેનાલ પાસે આવેલ અલાસ્કા કારખાનામાં કામ કરતા ઉમેશભાઈ બાબુભાઇ ઉ.39 નામના યુવકને કામ કરતી વેળાએ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ઉમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.