મોરબી : મોરબીના ભરતનગર નજીક આવેલ લેકમા પેનલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની સંજુભાઈ માવજીભાઈ ભુરિયા ઉ.24 નામનો યુવક ગત તા.16 જાન્યુઆરીના રોજ ફેક્ટરીમા કામ કરતો હતો ત્યારે મશીનમાં હાથ આવી જતા હાથ તેમજ માથાના ભાગે ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત સંજુભાઈને સારવાર માટે રાજકોટ બાદ ફરી મોરબી સારવારમાં દાખલ કરેલ જે બાદ ગત તા.29 માર્ચના રોજ સંજુભાઈનું હોસ્પિટલમાં રજા આપ્યા બાદ વતનમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.