વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમા આવેલ સેકોલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ મૂળ બોટાદ જિલ્લાના લીંબાસી ગામના વતની અને હાલમાં ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા રવિભાઈ ભીમજીભાઈ જાપડીયા ઉ.19ને વીજશોક લાગતા સારવાર માટે રફાળિયા નજીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.