વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં યુસુફભાઈ અલીભાઈ પરાસરાની વાડીએ રહી મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના વતની વિરદાસિંહ નગાસિંહ રાવત ઉ.45 કોઈ કારણોસર બેભાન થઈ ગયા બાદ મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.