વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ કાસા સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ લપસી જતા પડી ગયેલા મૂળ અરવલ્લી જિલ્લાના વતની કલ્પેશભાઈ દિનેશભાઇ હોથા ઉ.18 નામના શ્રમિકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.