શ્રમિક પોલીપેક કારખાનામાં પાણીની ટાંકી ઉપર સૂતો હતો ત્યારે નીચે પટકાયોમોરબી : મોરબી તાલુકાના રાજપર નજીક થોરાળા ગામના પાટિયા પાસે આવેલ પોલીપેક કારખાનામાં ત્રીજા માળે પાણીની ટાંકી પર સુતેલા શ્રમિકનું ઉંચાઈ પરથી પટકાતા મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર નજીક થોરાળા ગામના પાટિયા પાસે આવેલ શ્યામ પોલીપેક નામના કારખાનામાં કામ કરતો કપિલ દાઈમા ઉ.38 નામનો શ્રમિક કારખાનાના ત્રીજા માળે આવેલ પાણીની ટાંકી ઉપર સુતો હતો ત્યારે ઉંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ થતા મૃત્યું નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.