મોરબી : મોરબી તાલુકાના જેતપર રોડ પર રંગપર નજીક આવેલ સેંટાગોન સિરામિક ફેક્ટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા રાજેશભાઇ રામેશ્વરભાઈ યાદવ નામના શ્રમિક સીડી પરથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.