મોરબી : મોરબી તાલુકામાં સિરામિક કારખાનામાં છત પરથી પડી જતા મજુર યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલીના વતની, હાલ મોરબીમાં રહેતા 36 વર્ષીય રવિન્દ્રકુમાર મહાપ્રસાદ યાદવ આજે વહેલી સવારે છત પરથી પડી ગયા હતા. જેમાં મજૂરને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું. આ બનાવ જેતપર રોડ પર પાવડીયારી કેનાલ પાસે સીમાન્ડો વીટ્રીફાઈડ કારખાનામાં બનેલ છે. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.