મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામે આવેલ પીરવોન લેમીનેટ નામના કારખાનામાં કામ કરતી વેળાએ લિફ્ટ પડતા લલનભાઈ ગણેશભાઈ પ્રસાદ નામના શ્રમિકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.