વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ ઉપર આવેલ ઇટકોસ ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક રાજેશકુમાર હુલસી વર્મા ઉંચાઈ ઉપરથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.