મોરબી : માળીયા મિયાણા તાલુકાના સોનગઢ ગામની સીમમાં કમાભાઈ પટેલની વાડીએ રહી મજૂરી કામ કરતા મૂળ બિહારના વતની રંજનકુમાર મદન મહેતા ઉ.21 નામનો યુવાન વીજ પોલ પર ચડી કામ કરતો હતો ત્યારે અંદાજે 20થી 25 ફૂટની ઉંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.