મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર નીકળતી નર્મદા કેનાલમાં ન્હાવા જતા અકસ્માતે પગ લપસી જતા ડૂબી જવાથી શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્ષસ સિરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો મૂળ યુપીનો વતની રાનુભાઇ મકરંદસિંહ ચૌહાણ (ઉ.વ.20) નામનો યુવાન ગઈકાલે તા.4 ના રોજ લખધીરપુર રોડ ઉપર લેક્ષસ સિરામીક પાસે આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા જતા પગ લપસી જતા પાણીમાં પડી જતા ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબીનો ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કેનાલમાંથી યુવાની લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ એએસઆઈ એસ.આર.ચાવડા ચાલવી રહ્યા છે.