મોરબી : મોરબીના ઉંચી માડલ ગામે કેનાલમાં ડૂબી જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા વિનોદકુમાર સંતરામ યાદવ (ઉવ.૩૦) નું ગઈકાલે તા.૨૩ ના રોજ ઉંચી માડલ ગામે આવેલ ટેક્ષા કારખાનાની સામે નીકળતી નર્મદા કેનાલમા કોઇપણ રીતે પડી જતા પાણીમા ડુબી જવાથી મોત નીપજ્યું હતું.બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..