મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક આવેલ કોરલ સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની નિતેશ રાજકુમાર શર્મા લેબર કવાટર્સ પાસે આવેલ કુંડીમાં ન્હાવા જતા પગ લપસી જતા કુંડીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.