મોરબી : મોરબી તાલુકાના બેલા નજીક ખોખરા હનુમાન મંદિર નજીક આવેલ કોસીનો સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા સોહન નાગરી જોરનલાલ ઉ.30 નામના યુવકે ગત તા.19 મે ના રોજ ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ તેમના વતન મધ્યપ્રદેશ લઈ જવામાં આવતા ઉજ્જૈન હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસે જીરો નંબરથી ફરિયાદ દાખલ કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.