મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે ડૂબી જવાથી શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ આવેલ લેકસસ સીરામીક કારખાના મજૂર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતો મૂળ ઓરીસ્સાના વતની પુમાચંદ્ર શંભુનાથ નાયક (ઉ.વ. 31) નામનો યુવાન ગઈકાલે તા.3 ના રોજ લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસસ સીરામીકની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણીનુ ડબલુ ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કેનાલના ચાલુ પાણીના પ્રવાહમા પડી જતા ડુબી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડની ટીમ દ્વારા ગઈકાલથી તપાસ ચાલુ હોય જેની ડેડબોડી આજે કેનાલમાંથી મળી આવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.