વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ રવિ સ્ટોન માઇક્રોન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સચિનભાઈ રૂમાલભાઈ બારીયા ઉ.22 નામના યુવકને વતનની યાદ આવતી હોવાથી અહીં ગમતું ન હોય ગઈકાલે સવારના સમયે સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.