મોરબી : મોરબીના લગધીરપુર રોડ પર આવેલ ઓકટિવા સિરામિક નામના કારખાનામાં કામ કરતા રામઅવતાર રામનિવાસ પાલ નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.