મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઝેડ વિટ્રીફાઇડ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો ઉ.43 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.