વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક માટેલ રોડ પર આવેલ ટોરિસ સેનેટરી નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા નાજમીનખાન બુરેખાન મન્સૂરી ઉ.18 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.