વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ પર આવેલ એરકોન સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દસિયાભાઈ લચ્છીભાઈ મુનિયા ઉ.25ના પત્નીએ રૂપિયાની બચત કરવા માટે વધુ કામ કરવાનું કહેતા દસિયાભાઈને લાગી આવતા લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.