મોરબી તાલુકા પોલીસે લેબર ક્વાટર્સમાં દરોડો પાડી ઉત્તરપ્રદેશન શ્રમિકને 154 ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચ્યોમોરબી : મોરબીના લાલપર નજીક આવેલી સિરામિક ફેકટરીના લેબર ક્વાટર્સમાં તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી ઉત્તરપ્રદેશના શ્રમિકને 154 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, લાલપર ગામ નજીક આવેલ પ્રિયા ગોલ્ડ સિરામિક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાન કુલદીપ કેસરબક્ષ વર્મા પાસે ગાંજાનો જથ્થો છે. જે બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા લેબર ક્વાટર્સમાં હાજર કુલદીપ કેસરબક્ષ વર્માની અંગ જડતી કરતા પેન્ટના ખિસ્સામાંથી અલગ અલગ પડીકીઓમાં 154 ગ્રામ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો મળી આવતા પોલીસે રૂપિયા 1540ની કિંમતનો ગાંજો તેમજ રૂપિયા 7000નો મોબાઈલ ફોન મળી 8540ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.