માર્ગમાં આવતા પાકા બાંધકામો અને દુકાનો ધંધાર્થીઓએ સ્વૈચ્છાએ દૂર કર્યા મોરબી : પીપળીયાથી ધ્રોલ સુધીના 60 કિમીના નેશનલ હાઈવેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ આમરણ ગામના બંને છેડા વચ્ચેનો 6 કિમીની માર્ગ બાકી રહી ગયો હતો. છેલ્લા થોડા દિવસોથી આ બાકી રહેલા માર્ગનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.આમરણ ગામના પાદરમાં હાઈવે પર વર્ષો જૂના નાના-મોટા ધંધાર્થીઓ અને હોટલ ધારકોએ હાઈવે ઓથોરિટીના પ્લાનમાં આવતા પોતાના પાકા બાંધકામો અને દુકાનોમાં તોડફોડ કરી સ્વૈચ્છિક રીતે જગ્યા ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરી હતી. નેશનલ હાઈવેના નિર્માણ માટે ગ્રામજનો અને વેપારીઓએ સાથ સહકાર આપી પોતાની મિલકતોના દબાણો જાતે જ દૂર કરી વહીવટી તંત્રને માર્ગ મોકળો કરી આપ્યો હતો. લાંબા સમયથી અટકેલું આ 6 કિમીનું કામ હવે ગતિ પકડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે.#MorbiUpdate #Amran #NationalHighway #RoadConstruction #MorbiNews #GujaratNews #HighwayDevelopment #PublicSupport #Morbi