58 કિમી લાંબી નવી DI પાઈપ લાઈન નખાશે: વર્ષ 2056 સુધીની વસ્તીને ધ્યાન રાખીને આયોજનમોરબી : મોરબીના પંચાસર વિસ્તારના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષો જૂની પાણીની લાઈનો અને ઓછી ક્ષમતાને કારણે સર્જાતી પીવાના પાણીની સમસ્યાનો હવે કાયમી અંત આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર વિસ્તારમાં કરોડોના ખર્ચે નવી પાઈપલાઈન નેટવર્ક નાખવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.રૂ. 15.57 કરોડના ખર્ચે નવી DI પાઈપલાઈન નખાશેમોરબીના પંચાસર વિસ્તારમાં વર્ષો જૂની પાઈપલાઈન હોવાને કારણે છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચતું ન હતું, જે અંગે અવારનવાર પાલિકામાં ફરિયાદો થતી હતી. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. 15.57 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પંચાસર હેડવર્કસથી કુલ 58.7 કિમી લાંબી નવી DI પાઈપલાઈનનું નેટવર્ક નાખવામાં આવશે. હાલમાં આ કામગીરી પ્રગતિ હેઠળ છે અને અંદાજે 2.3 કિમી લાઈન નાખવાનું કામ પૂર્ણ પણ કરી લેવાયું છે.વર્ષ 2056 સુધીની વસ્તીને ધ્યાને રાખી આયોજનઆ પ્રોજેક્ટ માત્ર ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આગામી 30 વર્ષ એટલે કે વર્ષ 2056 સુધીમાં આ વિસ્તારની અંદાજિત 1,00,438 જેટલી વસ્તીને પાણી મળી રહે તેવું માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. નવા સ્લુઈસ વાલ્વ નાખવાને કારણે પાણી પૂરતા ફોર્સ અને જરૂરી જથ્થામાં દરેક ઘર સુધી પહોંચી શકશે.પાણીના જથ્થાનું માપદંડ મુજબ વિતરણનવી યોજનામાં પાણીના જથ્થાનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રહેણાક વિસ્તારોમાં વ્યક્તિદીઠ 135 લિટર (LPCD), કોમર્શિયલ હેતુ માટે 70 લિટર અને ફ્લોટિંગ વસ્તી માટે 20 લિટર દૈનિક જરૂરિયાત મુજબ પાણી આપવાનું નક્કી કરાયું છે. અત્યાર સુધી જૂની લાઈનોને કારણે કલાકો સુધી પમ્પિંગ કરવા છતાં પૂરતું પાણી મળતું ન હતું, પરંતુ આ નવી લાઈનથી પમ્પિંગનો સમય ઘટશે અને પાણીનો બગાડ પણ અટકશે.ભૂગર્ભ શાખાના ડેપ્યુટી ઈજનેરના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ પંચાસર વિસ્તારના દરેક ઘરને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી મળતું થઈ જશે.#Morbi #MorbiUpdate #WaterProblem #Panchasar #MorbiNagarpalika #DevelopmentWork #GujaratNews