મહેન્દ્રનગરથી પીપળી રોડ સુધી નવા પોલ નાખવાનું કામ પૂર્ણ, નવલખી રોડ પર કામગીરી પ્રગતિમાં: 12 સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ નખાશેમોરબી: મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરને વધુ પ્રકાશિત અને આકર્ષક બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટના નવા પોલ ઊભા કરવા તેમજ ટ્રાફિકથી ધમધમતા સર્કલો પર હાઈ માસ્ટ લાઈટ સ્થાપિત કરવાની પ્રક્રિયા હાલ પુરજોશમાં ચાલી રહી છે.ઇલેક્ટ્રિકલ શાખાના જણાવ્યા અનુસાર, મોરબીના મહેન્દ્રનગરથી પીપળી રોડની હદ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે નવા પોલ સ્થાપિત કરવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જ્યારે નવલખી રોડથી શ્રદ્ધા પાર્ક સુધીના વિસ્તારમાં નવા પોલ નાખવાની કામગીરી હાલ કાર્યરત છે. શહેરના 12 મહત્વના સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ નખાશેમોરબી શહેરના કુલ 12 જેટલા લોકેશન પર હાઈ માસ્ટ લાઈટ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યારે ત્રાજપર ચોકડી, કલેક્ટર ઓફિસ રોડ, અરુણોદય સર્કલ, દરબારગઢ (ખોડીયાર માતાના મંદિર પાસે), સરદાર સ્ટેચ્યુ (SDM બંગલા પાસે) અને શિવાજી ચોક (જેલ રોડ) સહિતના સ્થળોએ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લાઈટોની સમસ્યાનું ઝડપી નિવારણ આવશેઆ તમામ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે, જેનાથી શહેરની સુંદરતામાં વધારો થશે અને રાત્રિના સમયે વાહનચાલકો તેમજ રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર થશે. આગામી સમયમાં લાઈટોને લગતી તમામ ફરિયાદોનું ઝડપી નિવારણ આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવશે તેવું મહાપાલિકાના નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #StreetLights #Development #MorbiNagarpalika #CityInfrastructure #LightUpMorbi #GujaratNews