મોરબી : શહેરને લાઈટોથી પ્રકાશિત કરવા અને રાત્રિના સમયે વાહનચાલકો તેમજ રાહદારીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. હાલ શહેરના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટ અને નવા પોલ ઊભા કરવાની કામગીરી પ્રગતિમાં છે, જેની સાથે હવે શહેરના 15 મહત્વના લોકેશન પર હાઈ માસ્ટ લાઈટો પણ લગાવવામાં આવશે.મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી અંતર્ગત ત્રાજપર ચોકડી, કલેક્ટર ઓફિસ રોડ, અરુણોદય સર્કલ, ખોડીયાર માતાના મંદિર પાસે દરબારગઢ, જેલ રોડ પર આવેલ શિવાજી ચોક અને એસડીએમ બંગલા પાસે સરદાર સ્ટેચ્યુ સહિતના કુલ 15 સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને સુવિધાયુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શહેરમાં લાઈટિંગને લગતી તમામ ફરિયાદોનું ઝડપી નિવારણ આવે અને જરૂરિયાત મુજબ નવી લાઈટો ફિટ કરવામાં આવે તે માટે પાલિકા તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.#Morbi #MorbiUpdate #HighMastLight #StreetLight #MorbiNagarpalika #Development #GujaratNews