મોરબી : મોરબીના મયુર પુલ પર રાત્રિના સમયે સહેલાણીઓની ભીડ જોવા મળે છે, જ્યાં લોકો ઠંડી હવાનો આનંદ માણવા ઉમટી પડે છે. જોકે, અત્યાર સુધી પુલ પર બેસવા માટે પૂરતા બાંકડા ન હોવાથી મુલાકાતીઓને અગવડ પડતી હતી. આ અંગે સામાજિક કાર્યકરો દ્વારા પણ બાંકડા મૂકવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને, લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા મહાપાલિકાની મંજૂરી મેળવીને, પુલ પર 51 નવા બાંકડા મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ તમામ બાંકડા મૂકાઈ જશે.