મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા ગોકુળનગરમાં એક વર્ષ પેહલા રોડનું ખાતમુહૂર્ત થયું હતું. તેમ છતાં તંત્રએ આ રોડનું કામ જ શરૂ ન કર્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠી હતી. આ બાબતે મંત્રી બ્રિજેશ મેરજાએ નગરપાલિકાને તાકીદે આ બાબતે યોગ્ય પગલાં લેવાની સૂચના આપી હતી. જ્યારે આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રોડનું કામ મંજુર થઈ ગયું છે અને ટૂંક સમયમાં રોડનું કામ યોગ્ય રીતે શરૂ કરાશે એવી ખાતરી આપી હતી. મોરબીના ગોકુળનગરમાં એકવર્ષ પેહલા રોડના કામનું ધારાસભ્ય બ્રિજેશ મેરજાની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યા બાદ આ રોડનું લાંબા સમય સુધી કામ શરૂના થતા આ વિસ્તારના લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. જે અંગે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિધ્ધ થતા આ બાબતે મંત્રી બ્રિજેશ મેરજાએ આ બાબતને ગંભીરતાથી લઈ નગરપાલિકા તંત્રને આ મુદ્દે તાકીદે યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી. આ રોડના અટકેલા કામ અંગે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, ગોકુળનગરમાં એક જ રોડ છે. પરંતુ પાંચ કટકામાં આ રોડનું કામ અગાવ મંજુર થયું હતું. અને એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરાયું હતું. પહેલા બન્ને બાજુએ પાંચ-પાંચ મીટરનો રોડ હતો. હવે તેની લંબાઈમાં વધારો કરી 10-10 મીટરની પહોળાઈ વધારી દેવાઈ છે. બે વખત ડામર રોડનું ટેડરિંગ કરાયું હતું. અને ડામર રોડ મંજુર થયો હતો. ડામર રોડ મંજુર થયા બાદ કોઈ એજન્સીએ ડામરનું કામ કરવા તૈયાર ન થતા ફરીથી ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું અને હવે સીસીરોડ કન્વર્ટ કરવામાં આવ્યો છે. અંદાજે દોઢ કરોડના ખર્ચે સીસીરોડ મજૂર થઈ ગયો છે. વચ્ચે ડિવાઈડર સાથે હવે 20 મીટરનો રોડ બનશે.વર્ક ઓર્ડરની પણ તજવીજ ચાલુ છે. એટલે થોડા સમયમાં જ આ રોડનું કામ શરૂ થશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયુ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..