ટંકારા : તાજેતરમાં ટંકારામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતકોટડા પ્રાથમિક શાળાની કૃતિ સ્માર્ટ સ્ક્રેરક્રોની પસંદગી થઈ છે. જે આગામી દિવસોમાં જીલ્લા કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લઈ ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તાલુકા કક્ષાએ પસંદગી પામનાર કૃતિ ભૂતકોટડા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિક ઢેઢી સાર્થ દુર્લભજીભાઈ અને દુબરિયા પ્રિયાંગ રસિકભાઈએ તેમના માર્ગદર્શક શિક્ષક ધોરી કલ્પેશભાઈ મહાદેવભાઈના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ સ્ક્રેરક્રોની કૃતિ તૈયાર કરી હતી. આ કૃતિ જીલ્લા કક્ષાએ પસંદગી પામવા બદલ બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકને શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર , ગામના સરપંચ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.