જુનિયર એન્જિનિયરોની ટીમો વોર્ડ વાઇઝ કામગીરીમાં જોતરાઈ, કમિશનરે લાતી પ્લોટમાં સ્થળ તપાસ કરીમોરબી: મોરબી શહેરમાં થઈ રહેલા વરસાદના પગલે ઠેર-ઠેર ભરાયેલા પાણીના નિકાલ અને રસ્તાઓની મરામત માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે, શહેરમાં પાણી ભરાવાની ફરિયાદોના તાત્કાલિક ઉકેલ માટે 6 જુનિયર એન્જિનિયરોની ટીમો બનાવવામાં આવી છે.6 ટીમોને બબ્બે વોર્ડની જવાબદારી, ડીવોટરિંગ અને પેચવર્કની કામગીરી ચાલુમહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીના જણાવ્યા અનુસાર, વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ 24 કલાક સઘન રીતે કાર્યરત છે. નાગરિકો તરફથી મળતી ફરિયાદોના ઝડપી નિકાલ માટે બનાવવામાં આવેલી 6 જુનિયર એન્જિનિયરોની ટીમોને બબ્બે વોર્ડની જવાબદારી સોંપાઈ છે. આ ટીમો સતત ક્ષેત્રિય સ્તરે સક્રિય રહીને ડીવોટરિંગ તેમજ એજન્સીઓ મારફતે પેચવર્કની કામગીરી કરાવી રહી છે.કમિશનરે પોતે લાતી પ્લોટ વિસ્તારમાં 3 કલાક સુધી સ્થળ તપાસ કરીકમિશનર સંગીતા રૈયાણીએ પોતે લાતી પ્લોટની 7 ઊભી શેરી અને 14 આડી શેરીની સ્થળ મુલાકાત લીધી હતી. અંદાજે 3 કલાક સુધી સ્થળ પર રહીને તેમણે 3 રસ્તાઓની કામગીરી પૂર્ણ કરાવી હતી. આ ઉપરાંત તખ્તસિંહજી રોડ અને બસ સ્ટેન્ડ પાસે ભરાયેલા પાણીના નિકાલ માટે ડીવોટરિંગ પંપ મૂકીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે.નાગરિકોને તંત્રને સહયોગ આપવા અપીલકમિશનરે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં ચાલતા બાંધકામ અને કંજેશનને કારણે પાણી ઓસરવામાં થોડો સમય લાગે છે. તંત્ર 24 કલાક નાગરિકોની સેવામાં કાર્યરત છે અને તમામ સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે, જેથી નાગરિકો તંત્રને સહયોગ આપે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #SangitaRaiyani #MorbiRain #MonsoonUpdate #MorbiNews