હળવદ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયાના આયુષ્યમાન આરોગ્ય મંદિર નવા દેવળીયા ખાતે NVBDCP સર્વવેલન્સ કામગીરી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ વિપુલ કારોલીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ચિંતન દોશી અને પ્રા.આ.કેન્દ્ર જૂના દેવળીયા મેડિકલ ઓફિસર ડૉ નિશાબેન પટેલના સુપરવિઝન હેઠળ MPHW ચિરાગભાઈ એચ ગાબુ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર નવા દેવડીયા ગામમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે ટીમો દ્વારા ઘેર ઘેર જઈ સધન સર્વે કામગીરી, પોરાનાશક કામગીરી, પત્રિકા વિતરણ, જનજાગૃતિ IEC, માઈક પ્રચાર જેવી કામગીરી કરવામાં આવી. તેમજ કાયમી વરસાદી પાણી ભરાઈ રહેતા ખાડા, ખાબોચિયા, વોકળા, ખેત તળાવમાં ડાયફ્લૂબેન્જ્યુરન દવાનો છટકાવ તેમજ ગપ્પી માછલીઓ મૂકવી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી. જેથી આવનારા સમયમાં લોકો વાહકજન્ય બીમારીઓથી સુરક્ષિત રહે અને લોકોનું આરોગ્ય જળવાય રહે તેમજ સરકારના મેલેરીયા મુકત અભિયાનને સાર્થક કરી શકીએ.