મોરબી : મોરબી મહાનગરપાલિકાના ભૂગર્ભ શાખાના જણાવ્યા પ્રમાણે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ચોમાસા દરમ્યાન પાણી ભરાય છે તેના નિવારણ માટે 14મા નાણા પંચમાં મંજૂર થયેલ અલગ અલગ સ્થળે મંજૂર થયેલ કામમાંથી લાતીપ્લોટ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન માટેની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. જે આગામી સમયમાં કામપૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો ભરાવો થશે નહીં અને પાણી ભરાવવાના પ્રશ્નનો નિકાલ થશે. જેથી લાતી પ્લોટમાં આવેલ નાના મોટા ઉદ્યોગના એકમો અને ત્યાના રહેવાશીને પાણી ભારાવવાના પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે.