નવી નગરપાલિકા કચેરી બનાવામાં અનેક વિઘ્નો આવ્યા.બે વખત ટેન્ડર પ્રક્રિયા થઈ અને રીટેડરીગ બાદ અંતે કામ શરૂ થયું નવી નગરપાલિકા કચેરી બનાવામાં અનેક વિઘ્નો આવ્યા, બે વખત ટેન્ડર પ્રક્રિયા થઈ અને રીટેન્ડરિંગ બાદ અંતે કામ શરૂ થયું મોરબી : મોરબી નગરપાલિકાની નવી કચરી બનાવવા માટે ત્રણ વર્ષ પહેલાં ખાતમુહૂર્ત થયું હતું.ત્યારબાદ આ નવી નગરપાલિકા કચેરી બનવવામાં અનેક વિઘ્નો આવ્યા હતા અને બે વખત ટેન્ડર પ્રક્રિયા થઈ હતી.અંતે રીટેન્ડરીંગ કરીને નવી નગરપાલિકા બનાવવા માટે કામ શરૂ કરાયું છે. મોરબીના ગાંધીચોકમાં આવેલી મોરબી નગરપાલિકા કચેરી જર્જરિત થઈ ગઈ છે.આથી ઘણા સમયથી નવી નગરપાલિકા બનાવવાની વાતો ચાલી હતી.ત્યારે ત્રણ વર્ષ પહેલાં મોરબીમાં રાજયકક્ષાના સ્વતંત્રપર્વની ઉજવણી કરવામાં આવી હતી.તે વખતે મોરબી નગરપાલિકાને નવી બનાવવા માટે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જોકે નવી નગરપાલિકા બનાવવા માટે 3 વર્ષનો વિલંબ થયો અને આખરે હવે નવી નગરપાલિકાના નિર્માણનું કામ હાથ ધરાયુ છે. જાણવા મળતી વિગતો મુજબ સરકારી કામોના ખાતમુહૂર્ત થાય પછી થોડા સમયમાં એનું કામ શરૂ થાય એવું ભાગ્યેજ બને છે.તેમાંય કરોડોના ખર્ચે નવી નગરપાલિકા બનાવવાની વાત હતી.જોકે પાલિકા તંત્રની આમેય મથરાવટી મેલી છે.તેથી મોટાભાગના પ્રજાલક્ષી કામો અટવાતા રહે છે.ત્યારે તંત્રની આવી નીતિથી નવી નગરપાલિકા બનાવવામાં ત્રણ વર્ષનો વિલંબ થયો હતો અને અનેક અવરોધો આવ્યા હતા.જેમાં બે વખત ટેન્ડર પ્રક્રિયા પણ થઈ હતી અને હવે રિટેન્ડરીંગ કરીને નગરપાલિકાનું કામ શરૂ થયું છે.હાલની નગરપાલિકાની બાજુમા આવેલ બાલમંદિરની જગ્યામાં આશરે રૂ.3 કરોડના ખર્ચે અદ્યતન નગરપાલિકા બનાવવામાં આવશે. જોકે આ કામ એકવર્ષમાં પૂર્ણ કરી દેવાનું નક્કી કરાયું છે.ત્યારે જે કામ શરૂ કરવા માટે 3 વર્ષ લાગ્યા તે કામ એકવર્ષમાં પૂરું થઈ જશે કે કેમ તે જોવાનું રહ્યું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en